HNGU All Degree result click here
Posts
Showing posts from April, 2018
- Get link
- X
- Other Apps
* ..અને પંખી શિક્ષીત થઈ ગયું* ( મૂળ વાર્તા - રવીન્દ્રનાથ ટાગોર 🙏) એક પંખી, સાવ ગમાર. આખો દિવસ ઉડાઉડ, નવા નવા ફળની શોધ, ઉંચે ગગનમાં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું.. આવો એનો ધંધો! --રાજ્યના રાજાને લાગ્યું, “અરે! આ તો કઈ પંખી છે? આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજ્યને નુકસાન કરે છે. એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ, “આ પંખીનું શું કરીએ?” એક મંત્રી કહે, “મહારાજ ! એને શિક્ષણ આપો તો કઈ કામનું થશે.” રાજાએ પોતાના વિશ્વાસુ, ભાણેજને પંખીને શિક્ષણ આપવાનું કામ સોપ્યું. પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો વિચાર કર્યો અને શિક્ષણનીતિ ઘડી કાઢી. શોધ્યું એના અજ્ઞાનનું મૂળ, “અરે! પંખી મામૂલી ઘાસ તણખલાંનો માળો બાંધે, એવા માળામાં તે વિદ્યા કેટલીક રહે ? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે.” અને હલ શોધનારને મોટું ઇનામ પણ અપાયું કે તેણે શિક્ષણની નવી જ દિશા ખોલી આપી ! સોનીને હુકમ થયો કે પાંજરું બનાવો. એને ય વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂરથી લોકો પાંજરું જોવા આવ્યા! સોનીના વખાણનો તો કોઈ પાર નહિ. કોઈક કહેતું કે, ““શિક્ષણ તો જોરદાર...