Posts

Showing posts from 2022

આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ ?

  આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ ? નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં મા અંબેની આરતી *‘જય આદ્યાશક્તિ મા…’*નું ગાન અવશ્ય કરવામાં આવે છે. મોટાભાગના લોકો, અરે … નાના નાના ભૂલકાં પણ આ આરતીનું ગાન કરે છે. નાના ભૂલકાંઓ પણ વડીલોનું જોઈને આરતી કાલીઘેલી ભાષામાં ગાય છે. મારી કોલેજમાં અને પડોશમાં આ અંગે પૂછતા માલૂમ પડયું કે, આરતીમાં વપરાયેલ શબ્દો કે શબ્દસમૂહોના અર્થની બધાં લોકોને જાણકારી નથી. આ બાબતે જ આ લેખ લખવાની પ્રેરણા મળી કે, સર્વત્ર ગુજરાત, ભારત અને વિદેશમાં ગવાતી આ આરતીનું રસદર્શન નહીં પણ અર્થઘટન ભાવિકો સુધી પહોંચાડવું. જેથી હવે પછી તેઓ જ્યારે આરતીનું ગાન કરશે ત્યારે તેમનામાં શ્રદ્ધા, ઉત્સાહ અને આનંદમાં વધારો થશે. માતાજીની આ આરતી *‘જય આદ્યાશક્તિ…’ ની રચના આજથી ૧૫૦ વર્ષ પૂર્વે સુરતના નાગર ફળિયામાં રહેતા શિવાનંદ પંડયાએ કરેલી છે.* તેઓ લગભગ ૮૫ વર્ષ જીવ્યા હતાં અને ઘણી આરતીની રચના કરી હતી. આ આરતીમાં સમયાંતરે ફેરફાર થતો જોવા મળે છે. આ ફેરફાર શબ્દો અને ઢાળમાં જોવા મળે છે, અર્થ એનો એ જ જોવા મળે છે. આમ છતાં પૂનમ પછીની પંક્તિઓ પછીથી ઉમેરાઈ છે. 🚩*પ્રથમ

બીલી નું ઝાડ મહાદેવ સ્વરૂપ

 ૧ ) બીલી નું ઝાડ મહાદેવ સ્વરૂપ છે  ૨) બિલી ની સેવા કરવાથી શ્રી લક્ષ્મી ની પ્રાપ્તિ થાય છે  ૩)બિલી નો  કાંટો વાગવા થી મુત્યુ ની પીડા હરાય છે  ૪)બિલી ની પ્રદક્ષિણા કરવાથી અડસઠ તીર્થોમાં પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે  ૫) નાના મોટા જીવ જંતુ જાણે અજાણે મારિયા હોય તો બિલી ની પ્રદક્ષિણા થી જ એ પાપ ધોવાય છે  ૬) બિલી ના ઝાડ નીચે શિવપુરાણ વચવાથી અક્ષય પુણ્ય મળે છે  ૭)બિલી ના ઝાડ ને પાણી  પીવડાવવા થી શિવ જી ના અભિષેક જેટલું જ પુણ્ય મળે છે  ૮)બિલી ના ઝાડ નીચે દીવો કરવાથી તત્વજ્ઞાન  મળે છે આધ્યાત્મિક તત્વજ્ઞાન , મુડતત્વ ની પાપ્તી થાય છે  ૯) આ મુત્યુ લોક માં જેના ઘરે બિલી છે એને જ પવિત્ર માનવામાં આવી યા છે તેના ઘરે અડસઠ તીર્થોબિરાજમાન છે  ૧૦) બિલી ના ઝાડ નીચે પ્રાથીવ શિવલિંગ/માટી નું શિવલિંગ બનવાનો ખુબ મહિમા છે  ૧૧)બિલી ના ઝાડ ની નીચે જે ઓમ નમઃ શિવાય મહા મંત્ર ની માળા કરે છે તો જેટલા બિલી ના પાન છે તેટલા પાન મહાદેવ ને ચડાયા હોય એટલું પુણ્ય મળે છે  ૧૨)કોઈ પણ માળા ને સિદ્ધ કરવી હોય તો બિલી ના ઝાડ નીચે  જાપ કરવો જ જોઈએ  શિવાલય માં જાપ થતાં હોય તો પણ ૩ વાર તો બિલી ના ઝાડ નીચે જાપ કરવો જ જોઈએ  ૧૩) બિલ

વરસાદી મોસમનું સર્વગુણ સંપન્ન શાક ‘કંટોલા’ કે કંકોડા

Image
  વરસાદી મોસમનું સર્વગુણ સંપન્ન શાક ‘કંટોલા’ કે કંકોડા આપણે હંમેશાં આહારતજ્જ્ઞો તથા વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે મોસમ પ્રમાણેનો આહાર જ તંદુરસ્ત સ્વાસ્થ્યની ગુરુચાવી છે. હાલમાં તો પ્રત્યેક ફળફળાદિ સ્વાદને ધ્યાનમાં રાખીને જ લોકો ખાતા હોય છે. આયુર્વેદમાં પણ ઉલ્લેખ જોવા મળે છે કે ઋતુ પ્રમાણેનો આહાર જ શ્રેષ્ઠ ગણાય છે. ચોમાસાની શરૂઆત થાય તેની સાથે ખાસ ફળફળાદિ તથા શાકભાજી બજારમાં જોવા મળે. જેમ કે કારેલાં, ભીંડા, કૂણું આદું, કંટોળાં તો ફળમાં રાસબરી-પ્લમ, જાંબુ વગેરે. કંટોલા વરસાદી ઋતુમાં જ બજારમાં જોવા મળે છે. અનેક સ્વાદપ્રેમી વરસાદી મોસમમાં કંટોલાની આતુરતાથી રાહ જોતા હોય છે. જેવાં કંટોલા દેખાયાં કે તરત જ તેનું શાક ચાર મહિના નિયમિત ધરાઈને ખાતા હોય છે. શું આપ પણ કંટોલાના શોખીન છો? તો જાણી લો કંટોલાનો ઉપયોગ આહારમાં કરીને આરોગ્યના ફાયદા. તેને શરીરમાં લોહી બનાવવાનું મશીન પણ કહેવામાં આવે છે. મોટા ભાગે તો કંટોલાની છાલને હળવેથી છોલીને તેનું શાક બનાવવામાં આવે છે. તો કંટોલાની વિવિધ વાનગી પણ બનાવી શકાય છે. જેમ કે કંટોલાનું શાક, કંટોલાનાં ભજિયાં, કંટોલાની ચિપ્સ પણ બનાવી શકાય છે. કંટોલાનું અથાણું પણ